શ્રીજીની પ્રતિમાઓ માટે અમદાવાદનો જાણીતો ગુલબાઈ ટેકરા વિસ્તાર

અમદાવાદમાં ગણેશજીની મૂર્તિ માટે ગુલબાઈ ટેકરા વિસ્તાર જાણીતો છે. આ વિસ્તારમાં રહેતા લોકો ઘણા વર્ષોથી આ મૂર્તિ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અવર અમદાવાદની ટીમે ગુલબાઇ ટેકરાની ગલીઓમાં કેવી ચાલી રહી છે તૈયારીઓ તે  જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

અમદાવાદના ગુલબાઈ ટેકરા મૂર્તિ બનાવવા જાણીતું સ્થળ છે . ગણેશજીની મૂર્તિ માટે ગુલબાઈ ટેકરા વિસ્તાર જાણીતો છે. આ વિસ્તારમાં રહેતા લોકો ઘણા વર્ષોથી આ મૂર્તિ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે.ગણેશ ચતુર્થીને થોડા સમય જ બાકી રહ્યો છે, ત્યારે કારીગરો ગણેશજીની મૂર્તિઓને આખરી ઓપ આપવામાં લાગ્યા છે. અવર અમદાવાદની ટીમે ગુલબાઇ ટેકરાની  ગલીઓમાં કેવી ચાલી રહી છે તૈયારીઓ તે  જાણવાનો પ્રયત્ન કર્યો હતો. ભાદરવા સુદ ચોથ એટલે કે વિનાયક ચતુર્થી 10 દિવસ માટે ગણપતિ મહોત્સવ મનાવવામાં આવે છે શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગણેશજીની મૂર્તિનું નિર્માણ કાર્ય થાય છે. ગણેશ ચતુર્થીની આજુબાજુ ગુલબાઈ ટેકરાની ઉદાસીન શેરીઓ ગણેશજીની મૂર્તિઓ ખરીદવા માટે લોકોથી ધમધમતી જોવા મળે છે. ગુલબાઈ ટેકરાની આ ગલીઓમાં જે સેંકડો ગણેશજીની મૂર્તિઓ  જોવા મળી . કારીગરો રાત દિવસ ગણેશજીની મૂર્તિ બનાવીને ગણેશ ભક્તોને આવકારવા તૈયાર છે .