ગાંધી ના ગુજરાતમાં ગાંધીબાગ માંથી મળી આવી દારૂ ની બોટલો
By Natus totam officia
Published

સુરત મહાનગરપાલિકાએ ગાર્ડન માટે અનેક નીતિ નિયમો બનાવ્યા છે પરંતુ તે ફાઈલમાંથી બહાર આવતાં ન હોવાથી સુરતનો ઐતિહાસિક ગાંધીબાગ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. મહત્વનું છે કે હાલ સુરત સહિત ગુજરાતમાં દારૂના મુદ્દે રાજકારણ ચાલી રહ્યું છે એવા સમયે ગાંધીબાગના કચરાના ઢગમાં દારૂની સંખ્યાબંધ બોટલો અને ખાલી સિરીંજ મળી આવતા નવો વિવાદ ઊભો થયો છે. જ્યારે મુલાકાતિઓએ આક્ષેપ કર્યો હતો કે ગાર્ડનમાં સાંજ થતાની સાથે જ અસામાજિક તત્વો જમાવડો કરી દારૂ તથા અન્ય નશાકારક વસ્તુનું સેવન કરતા હોઈ મુલાકાતિઓ પણ દૂર થઈ રહ્યા છે. ત્યારે પાલિકા તંત્ર ધ્યાન આપી કડકાઈ રાખે તે જરૂરી છે.
@218047184896149 સુરત ફોટો