કેજરીવાલ શનિવારથી ત્રણ દિવસ રાજકોટની મુલાકાતે
By Natus totam officia
Published
.png?alt=media&token=05114f35-034d-4cb1-a971-06afad56abee)
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર આપની જીત બાદ સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કેજરીવાલ વધુ એકવાર સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. કેજરીવાલ 7 ડિસેમ્બરથી ત્રણ દિવસ રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે સાંજે 7.15 ની ફ્લાઈટમાં તેઓ દિલ્હીથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચશે. શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલી ફોર્ચ્યુંન હોટલમાં તેમનું રોકાણ છે. 9 ડિસેમ્બર સુધી તેમનું રોકાણ છે ત્યારે ત્રણ દિવસ દરમિયાન તેઓ ખેડૂતો અને અગાઉ બોટાદમાં થયેલી સભામાં જેઓની ધરપકડ કરવામાં આવેલી છે તેઓને જેલમાં મળશે. રાજકોટ જેલમાં અંદાજે 30 જેટલા કેદીઓ છે જેમની તે વખતેની સભા બાદ ધરપકડ થઈ હતી.