વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનની સામે થયેલી ચોરીનો 6 મહિને ભેદ ઉકેલાયો
By Natus totam officia
Published
રાવપુરા પોલીસ મથકની સામેની પોળના કોમ્પ્લેક્સમાં ઘરફોડ ચોરી થઈ હતી... આ ચોરીનો ભેદ dcb ક્રાઈમ પોલીસની ટીમે ઉકેલી નાખ્યો છે. ક્રાઈમબ્રાંચે પટોડિયા પોળથી ચોરને દબોચ્યો હતો... 6 મહિના પહેલા રાવપુરા પોલીસ મથકની સામે આવેલી મામાની પોળમાં આવેલા કોમ્પ્લેક્સમાં સોના ચાંદીના ઘરેણા અને રોકડની ચોરી થઈ હતી જેને લઈને પોલીસ 6 મહિનાથી તપાસમાં લાગી હતી... ક્રાઈમ બ્રાંચે આખરે ચોરને પકડી લેતા રાવપુરા પોલીસને આરોપીને સોંપવા તજવીજ હાથ ધરી છે.