નવા વર્ષથી રાજકોટમાં દોડશે ભારત ટેક્સી
By Natus totam officia
Published
.png?alt=media&token=093b7eb2-c8f3-4aa1-bdd3-71424ef93af8)
“ભારત ટેક્સી છે એ આપણી ટેક્સી છે, આપણી એપ છે અને આપણી રીતે ચલાવવાની છે” – આ સૂત્ર સાથે વિશ્વનું સૌથી મોટું ડ્રાઇવર-માલિકી નેટવર્ક ‘ભારત ટેક્સી’ હવે રાજકોટમાં પગપેસારો કરી ચૂક્યું છે. દિલ્હી બાદ ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં 26 નવેમ્બરે સોફ્ટ લોન્ચ થયું અને પહેલા જ દિવસે 200થી વધુ ડ્રાઇવરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. હાલ અહીં 1000થી વધુ ટુ-વ્હીલર, રિક્ષા અને કાર ડ્રાઇવરો જોડાઈ ચૂક્યા છે, જ્યારે ગુજરાત-દિલ્હી મળીને આખા દેશમાં 51 હજારથી વધુ ડ્રાઇવરો સરકાર માન્ય ભારત ટેક્સીમાં રજિસ્ટર્ડ થયા છે. ડિસેમ્બર અંત સુધીમાં કસ્ટમર એપ લોન્ચ થતાં જ રાજકોટના લોકોને અન્ય ખાનગી કેબ કંપનીઓ કરતા સસ્તી અને કમિશન-ફ્રી રાઇડ સેવા મળવા લાગશે, કારણ કે અહીં ડ્રાઇવર જ માલિક છે.આ સેવામાં જોડાનારા ડ્રાઇવરોને સારથી તરીકે ઓળખવામાં આવશે.