રાજકોટ પડધરીમાં 27 લાખની ચોરી! એરફોન ઇન્ડિયામાં બુકાનીધારીઓ CCTVમાં કેદ

By Natus totam officia

Published

રાજકોટના પડધરી વિસ્તારમાં આવેલી એરફોન ઇન્ડિયા કંપનીમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે, જ્યાં અજાણ્યા બુકાનીધારી શખ્સોએ કંપનીમાં ઘુસીને 27 લાખની રોકડ રકમ ઉઠાવી લીધી.ચોરીની વારદાતને અંજામ આપ્યો હતો,આ ઘટના કંપનીના CCTV કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે, જેમાં ચોરોની હલચલ અને તેમની સુનિયોજિત રીત સ્પષ્ટ દેખાઈ રહી છે. ઘટના સામે આવતા જ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ તેજ બનાવી છે.ટેક્નિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ માટે વિશેષ ટીમ કાર્યરત છે. શહેરમાં મોટા પાયે ચોરીની આ ઘટના સુરક્ષા વ્યવસ્થાને લઈને નવા પ્રશ્નો ઉભા કરતી જોવા મળે છે.

Browse all news articles