બેગમાં અને જિન્સના ખિસ્સામાં હીરા-ડોલર મૂકીને બેંગકોક જતો પેસેન્જર ઝડપાયો

By Natus totam officia

Published

બેગમાં અને જિન્સના ખિસ્સામાં હીરા-ડોલર મૂકીને બેંગકોક જતો પેસેન્જર ઝડપાયો

સુરત એરપોર્ટ પરથી ચાંદી ઝડપાયા બાદ ગત મોડીરાત્રે બેંગકોક જતી ફ્લાઇટમાંથી ડાયમંડ અને ડોલર ઝડપાયા હતા. અટક કરાયેલા યુવાને બેગમાં રાખેલી જિન્સના ચોર ખિસ્સામાં ડાયમંડ સંતાડ્યા હતા. કસ્ટમની ટીમને મળેલા ઇનપુટન આધારે અધિકારીઓએ ફોટો જોઇને બંને યુવાનોને ઇમિગ્રેશન સુધી આવવા દીધા હતા અને પ્રોસિઝર પુરી થયા બાદ બંનેની અટક કરી હતી અન્ય એક યુવાનનું નામ તુષાર હતુ. તપાસમાં તેની પાસેથી કંઇ મળી ન આવતા તેને જવા દેવાયો હતો, પરંતુ ગૌરવની બેગ ચકાસતા કપડામાંથી ડાયમંડ મળી આવ્યા હતા. યુવાનનું સ્ટેટમેન્ટ લઇને તેને જવા દેવયા હતો. અધિકારીઓએ 43 લાખના ડાયમંડ અને 6 લાખના યુએસ ડોલર જપ્ત કર્યા હતા.

Browse all news articles