સુરતમાં દિલ્હી-મુંબઈ જેવો ટ્રાફિકજામ : મેટ્રો- રિ-ડેવલોપમેન્ટની કામગીરી ને પગલે લોકો પરેશાન

By Our Vadodara

Published

સુરતમાં દિલ્હી-મુંબઈ જેવો ટ્રાફિકજામ : મેટ્રો- રિ-ડેવલોપમેન્ટની કામગીરી ને પગલે લોકો પરેશાન

બ્રીજ સીટી તરીકે ઓળખાતા સુરત સીટી માં એક તરફ મેટ્રોની કામગીરી ચાલી રહી છે. જ્યારે બીજી બાજુ સીટીની મધ્યમાં આવેલા સુરત રેલ્વે સ્ટેશનની પણ રિ-ડેવલોપમેન્ટની કામગીરી ચાલી રહી છે. જેને પગલે લોકો દિલ્હી મુંબઈ જેવા ટ્રાફિકજામમાં ફસાઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે રાત્રે પીક અવર્સમાં 5 કિલોમીટર લાંબા ટ્રાફિક જામના દૃશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. મહત્વનું છે કે સુરત જે ડાયમંડ સીટી , ટેક્સટાઈલ સીટી તરીકે ઓળખાતું હતું તે હવે છેલ્લા એક-બે વર્ષથી સર્જાતા ભયંકર ટ્રાફિક જામને કારણે 'ટ્રાફિક સિટી' તરીકે ઓળખાય તો નવાઈ નહિ.

Browse all news articles