અજબ ચોર કી ગજબ કહાની

By Our Vadodara

Published

અજબ ચોર કી ગજબ કહાની

સુરતમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. રાંદેર વિસ્તારમાંથી એક બાઈકમાં લટકાવેલી થેલીમાંથી 2.69 લાખ રોકડા રૂપિયા મળી આવ્યા હતા. જેને પગલે રાંદેર પોલીસે બાઈકના નમ્બર ના આધારે તપાસ કરતા બાઈક કતારગામ આંબાતલાવડી સ્થિત પંચદેવ સોસાયટીમાં રહેતા દક્ષેશ અરવિંદભાઈ પટેલની હોવાનું સામે આવતા બાઈક માલિકને શોધી રૂપિયા પરત આપ્યા હતા. જો કે પોલીસે પુરતી ખાતરી કરી ન હતી, પરંતુ પોલીસની આ કામગીરીનો વીડિયો વાયરલ થતા મોટો વળાંક આવ્યો. હકીકત માં જે વ્યક્તિને રૂપિયા પરત કરવામાં આવ્યા હતા તેણે જ મકાન માલિકના ઘરે ચોરી કર્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે જે હાથે પોલીસે આરોપી ને રૂપિયા આપ્યા હતા. તે જ હાથે પોલીસે હથકડી પહેરાવી ધરપકડ કરી હતી.

Browse all news articles