ડુમસ સી ફેસ પ્રોજેક્ટમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી

By Our Vadodara

Published

ડુમસ સી ફેસ પ્રોજેક્ટમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી

સુરતમાં ડુમસ સી ફેસ પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયું છે. બાંધકામ દરમિયાન, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે સ્થળની મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે સ્થળ પરથી નીકળતા ટ્રકો દ્વારા ધૂળ ઉડતી જોઈ હતી. ત્યારે વાયુ પ્રદૂષણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેમણે ટ્રક ડ્રાઇવરો સામે દંડાત્મક પગલાં લીધાં હતા. આ દરમિયાન બાંધકામ હેઠળની ઇમારતમાં પણ ગ્રીન નેટનો અભાવ હોવાનું ધ્યાનમાં આવતા તેમણે કોન્ટ્રાક્ટર એન.પી. ડોબરિયા પર બેદરકારી બદલ પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

Browse all news articles