ટ્રક ચાલકે 11માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત

By Our Vadodara

Published

ટ્રક ચાલકે 11માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત

સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં આજરોજ બુધવારે ૧૦ ડિસેમ્બર ના રોજ હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં બહેડા રાયપુરી વિસ્તારની રહેવાસી અને ધોરણ 11માં અભ્યાસ કરતી રીયા પટેલ નામની વિદ્યાર્થિનીનું કરુણ મોત નિપજ્યું હતું. બેફામ ગતિએ આવતા ટ્રકે વિદ્યાર્થિનીને અડફેટે લેતા આ દુર્ઘટના બની હતી.ગમખ્વાર અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વિદ્યાર્થિનીનું મોત થતાં તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જયારે ઘટના ને પગલે મહુવા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને ટ્રક ચાલક વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ શરૂ કરી છે.

Browse all news articles