રાજકોટ જિલ્લામાં 6 વર્ષીય બાળકી પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મનો પ્રયાસ
By Our Vadodara
Published

જસદણ ના આટકોટ માં એક શ્રમિક પરિવારની છ વર્ષની બાળકી પર અજાણ્યા શખ્સે દુષ્કર્મનો પ્રયાસ કર્યો છે. હેવાનિયતની હદ વટાવતા નરાધમે ગુપ્તાંગમાં ધારદાર હથિયાર ઘુસાડી દીધી હતું. ગંભીર ઇજા પહોંચાડી ક્રૂરતા આચરી હતી. બાળકીની ગંભીર હાલતને જોતાં તેને પરિવારે તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ ખસેડી છે. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ગુનો નોંધી ગણતરીના દિવસોમાં આરોપીને પકડી લીધો છે.