BU વિનાની 13 પ્રિ-સ્કૂલો અને સ્કૂલો સીલ! AMCના સપાટાથી ફફડાટ
By Our Vadodara
Published
.jpg?alt=media&token=39b16bb7-84db-4294-ba1f-4cf0f8573dcc)
અમદાવાદમાં બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન વગર ચાલી રહેલી પ્રિ-સ્કૂલો અને સ્કૂલો સામે AMCએ કડક વલણ અપનાવ્યું છે.અમદાવાદના સરખેજ, મકરબા, જુહાપુરા અને બોપલ વિસ્તારમાં કુલ 13 સ્કૂલોને સીલ કરવામાં આવી છે. BU પરમિશન ન હોવા છતાં શિક્ષણ સંસ્થા ચલાવાતા સુરક્ષાના નિયમોનો ભંગ થતો હતો. બોપલ વિસ્તારમાં કિડઝી પ્રી-સ્કૂલ, યુરો કિડ્સ, એન્સીયન્ટ સ્પ્રાઉટ અને કેનકિડ્સ સ્કૂલ સામે કાર્યવાહી થઈ. જુહાપુરામાં ન્યુ એજ, બચપન પ્લે સ્કૂલ, નેશનલ સ્કૂલ અને એ-આઝમ સ્કૂલ સીલ કરાઈ છે.સરખેજની ગુલશન-એ-મહેર સ્કૂલને પણ મનપાએ બંધ કરી દીધી છે. AMC દ્વારા આગામી દિવસોમાં BU વિનાની અન્ય સંસ્થાઓ પર પણ કાર્યવાહી થશે એવી ચર્ચા છે.