વડોદરામાં રોજગાર ભરતી મેળો યોજાશે

By Our Vadodara

Published

વડોદરામાં રોજગાર ભરતી મેળો યોજાશે

વડોદરા જિલ્લાના રોજગાર ઈચ્છુક યુવા-યુવતીઓને અને નોકરિયાત તકો શોધી રહેલા ઉમેદવારોને વધુ રોજગાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે મદદનીશ નિયામક રોજગાર કચેરી, તરસાલી વડોદરા દ્વારા તા. 12 ડિસેમ્બરના રોજ રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો સવારે 10:30 કલાકે મદદનીશ નિયામક રોજગારની કચેરી, પહેલો માળ, આઈ.ટી.સી બિલ્ડીંગ, આઈ.ટી.આઈ. કેમ્પસ, તરસાલી, વડોદરા ખાતે યોજાશે. આ ભરતી મેળામાં ટેકનીશન, એન્જીનીયર, પ્રોડક્શન ઓપરેટર, ઓફિસ વર્ક, સેલ્સ કોર્ડિનેટર, એકાઉન્ટન્ટ, ટીચર સહિત 173થી વધુ જગ્યાઓ માટે સર્વિસ સેક્ટર તેમજ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની વિખ્યાત કંપનીઓના પ્રતિનિધિઓ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેશે. આઈટીઆઈ, ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે.





Browse all news articles