સાયબર ફ્રોડના નાણાં ઝડપથી પરત મળે તે માટે વડોદરા પોલીસ-બેંકોના અધિકારીઓ વચ્ચે બેઠક

By Our Vadodara

Published

સાયબર ફ્રોડના નાણાં ઝડપથી પરત મળે તે માટે વડોદરા પોલીસ-બેંકોના અધિકારીઓ વચ્ચે બેઠક


વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં વડોદરાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વિવિધ બેંકોના અધિકારીઓ વચ્ચે પોલીસ ભવન ખાતે સંકલન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં પોલીસ કમિશનર દ્વારા સાયબર ક્રાઇમ અંગેના ગુનાની તપાસ દરમિયાન બેંકમાંથી સરળતાથી માહિતી મળી રહે અને શહેરના નાગરીકોને ઝડપથી ન્યાય મળી રહે તે માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોલીસ ખાતા તરફથી બેંક પાસે જયારે પણ શંકાસ્પદ બેંક ખાતઓની માહિતી માંગવામાં આવે, ત્યારે સમયસર માહિતી આપવી, જેથી ભોગ બનનારના નાણાં રીફંડ કરાવી શકાય તથા આરોપી સુધી પહોચી શકાય તેમજ આરોપીઓ દ્વારા ખોલાવવામાં આવતા મ્યુલ એકાઉન્ટને રોકવા બેંક ખાતા ધારકનુ વેરીફિકેશન કરવા માટે RBI ગાઇડલાઇનનું યોગ્ય પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી.




Browse all news articles