વડોદરાના અંકોડિયા ગામની સીમમાંથી યુવતીનો મળ્યો મૃતદેહ

By Our Vadodara

Published

વડોદરાના અંકોડિયા ગામની સીમમાંથી યુવતીનો મળ્યો મૃતદેહ

વડોદરા નજીક આવેલા અંકોડિયા ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાંથી આજે એક 25 વર્ષીય યુવતીની લાશ મળી આવી હતી. લાશ અવાવરુ જગ્યાએથી મળી આવી છે અને ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળતાં હત્યાની આશંકા સેવાઈ રહી છે. આ મામલે તાલુકા પોલીસે સ્થળ પર પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. વડોદરા નજીક આવેલ અંકોડિયા ગામની સીમમાં આવેલા ખેતરમાં આજે એક યુવતીની લાશ મળી હોવાનો કોલ સ્થાનિક વ્યક્તિએ પોલીસને આપ્યો હતો. ઘટનાની જાણ થતાંની સાથે જ વડોદરા તાલુકા પોલીસની ટીમ, પીઆઇ વિક્રમસિંહ ટાંક અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ તથા એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લાશનો કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપી છે.

Browse all news articles