ટ્રાફિકની અડચણરૂપ વાહનો યોગ્ય રીતે પાર્કિંગ થાય તે માટે અભિયાન

By Our Vadodara

Published

વડોદરા શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા વચ્ચે ટ્રાફિક પોલીસે ટ્રાફિકથી ધમધમતા સયાજીગંજ વિસ્તારમાં આવેલ રેલવે સ્ટેશન વિસ્તારમાં આજે માઇક દ્વારા અનાઉન્સમેન્ટ કરી ટ્રાફિકને અડચણરૂપ રિક્ષા અને નાગરિકોના આડેધડ થતા પાર્કિંગ અંગે જાગૃતતા લાવવા અપીલ કરી હતી. આ દરમ્યાન શહેર ટ્રાફિક એસીપી અને પોલીસ કમિશનર પણ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. શહેરના રેલ્વે સ્ટેશન ખાતે દૈનિક ટ્રાફિકજામની સમસ્યા જોવા મળતી હોય છે. અહીં રીક્ષા ચાલકો અને ટેક્સી પાસિંગ વાહનો આડેધર પાર્ક થતા અહીંથી પસાર થતાં વાહન ચાલકો અને રેલવે સ્ટેશનથી બહાર નીકળતા મુસાફરો ખૂબ હેરાન થઈ રહ્યા હોય છે. જેના પગલે શહેર ટ્રાફિક પોલીસે આજે રેલવે સ્ટેશનના એક્ઝિટ ગેર પાસે જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું..





Browse all news articles