હજી પણ અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો સંકટ! સવારે 8 વાગ્યા સુધી 18 ફ્લાઈટ રદ

By Our Vadodara

Published

હજી પણ અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો સંકટ! સવારે 8 વાગ્યા સુધી 18 ફ્લાઈટ રદ

અમદાવાદ એરપોર્ટ પર આજે મુસાફરો માટે ભારે અસ્વસ્થતા સર્જાઈ હતી,કારણ કે ઇન્ડિગોએ સવારે 8 વાગ્યા સુધી કુલ 18 ફ્લાઈટ કેન્સલ કરી હતી જેનામાંથી 9 ફ્લાઈટ અમદાવાદ આવવાની અને 9 ફ્લાઈટ અમદાવાદથી અન્યત્ર જવાની હતી. અચાનક ફ્લાઈટ રદ થતા અનેક મુસાફરોને એરપોર્ટ પર રાહ જોવી પડી હતી.આ દરમિયાન એરપોર્ટ પર કુલ 25 ફ્લાઈટનું સંચાલન થયું, જેમાં 8 ફ્લાઈટ અમદાવાદ આવી અને 17 ફ્લાઈટ અમદાવાદથી અન્ય શહેરોમાં પ્રસ્થાન કર્યું હતું.જેના લીધે મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ઘણા મુસાફરો ગઈકાલની રાત્રિથી જ એરપોર્ટ પર અટવાઈ પડ્યા હતા. ઇન્ડિગો તરફથી ટેક્નિકલ અને ઓપરેશનલ કારણો દર્શાવવામાં આવ્યા છે.

Browse all news articles