ચૌટા બજારમાં દબાણ હટાવવા પાલિકા ની બે દિવસની કામગીરી છતાં ત્રીજા દિવસે દબાણ યથાવત

By Our Vadodara

Published

ચૌટા બજારમાં દબાણ હટાવવા પાલિકા ની બે દિવસની કામગીરી છતાં ત્રીજા દિવસે દબાણ યથાવત

સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસની ગંભીર બેદરકારીને કારણે સુરતનું ચૌટા બજાર ગેરકાયદે દબાણ કરનારા માટે સ્વર્ગ બની ગયું છે. પાલિકા છેલ્લા બે દિવસથી ચૌટા બજારમાં દબાણ દુર કરવાની કામગીરી કરે છે. પરંતુ આ કામગીરી દેખાડા પૂરતી હોવાથી દબાણ કરનારાઓને પાલિકા કે પોલીસનો ડર રહ્યો નથી. આ રોડ પાલિકાનો છે તેમ છતાં માથાભારે તત્વો હપ્તા ઉઘરાવે છે અને તે પાલિકા-પોલીસ અને રાજકારણીઓ સુધી પહોંચતા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યા છે. પોલીસ કે પાલિકા આ મુદ્દે ગંભીરતાથી દબાણ દૂર ન કરે તો ભવિષ્યમાં શહેરની શાંતિમાં પલીતો ચંપાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

Browse all news articles