ગુજરાત સહિત 6 રાજ્યોમાં SIRની ડેડલાઇન વધી

By Our Vadodara

Published

ગુજરાત સહિત 6 રાજ્યોમાં SIRની ડેડલાઇન વધી

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની અંતિમ તારીખ 6 રાજ્યોમાં લંબાવવામાં આવી છે. ગુજરાત સહિત 5 રાજ્યોમાં તેને એક અઠવાડિયા માટે લંબાવવામાં આવી છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં છેલ્લી તારીખ 31 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. જે રાજ્યોની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે તેમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને આંદામાન નિકોબારનો સમાવેશ થાય છે. પહેલા તેની છેલ્લી તારીખ 11 નવેમ્બર નક્કી કરવામાં આવી હતી પરંતુ ચૂંટણી પંચે તેને લંબાવવાનો નિર્ણય લીધો છે. હવે અપડેટેડ મતદાર યાદી 19 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે. અગાઉ પંચે કેરળ માટે છેલ્લી તારીખ 11 ડિસેમ્બરથી લંબાવીને 18 ડિસેમ્બર કરી હતી.

Browse all news articles