આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત ની મુલાકાતે : 600 કરોડ ના વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ
By Our Vadodara
Published
.jpg?alt=media&token=71954550-574c-4f54-b364-66984277dab4)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે એટલે કે 13 ડિસેમ્બર શનિવારના રોજ સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે. જેઓ સુરત મહાનગર પાલિકા અને અર્બન રિંગ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના કુલ 600 કરોડના મહત્ત્વના વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ 600 કરોડના પ્રકલ્પોમાં સુરત મહાનગર પાલિકાના 350 કરોડ અને અર્બન રિંગરોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના 250 કરોડના પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે, જે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ગતિ આપશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતમાં ત્રણ મુખ્ય સ્થળો પર હાજરી આપીને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શહેરના પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહેશે.