15 હજાર ફૂટની ઊંચાઈએ સ્કાયડાઇવરનો જીવ જોખમમાં મુકાયો

By Our Vadodara

Published

ઓસ્ટ્રેલિયામાં સ્કાયડાઇવિંગ દરમિયાન એક ગંભીર અકસ્માત ટળી ગયો. એક અનુભવી સ્કાયડાઇવરનું રિઝર્વ પેરાશૂટ ઉડાન દરમિયાન જ ખુલીને વિમાનની ટેલમાં ફસાઈ ગયું. આ ઘટના ફાર નોર્થ ફ્રીફોલ ક્લબની ત્રીજી ઉડાન દરમિયાન બની હતી. તે સમયે સેસના કારવાં વિમાન ટલી એરપોર્ટથી રવાના થઈને 15 હજાર ફૂટની ઊંચાઈ પર 16-વે ફોર્મેશન સ્કાયડાઇવની તૈયારી કરી રહ્યું હતું. સવારે લગભગ 10 વાગ્યે પાયલટે પ્લેનની એરસ્પીડ 85 નોટ સુધી ઘટાડીને સ્કાયડાઇવર્સને કૂદવાનો સંકેત આપ્યો. આ દરમિયાન પહેલો સ્કાયડાઇવર જેવો જ વિમાનના રોલર ડોર પર ફ્લોટ પોઝિશન લેવા પહોંચ્યો, તેનો રિઝર્વ પેરાશૂટ વિમાનના વિંગ ફ્લૅપ સાથે અથડાઈને ખુલી ગયો. અચાનક લાગેલા આ જોરદાર આંચકાથી સ્કાયડાઇવર વિમાનમાંથી પાછળની તરફ ખેંચાઈ ગયો અને કેમેરા ઓપરેટર પણ સંતુલન ગુમાવીને ફ્રી-ફોલમાં પડી ગયો.

Browse all news articles