ભ્રષ્ટાચારના આક્ષેપથી બચવા સરપંચે રચ્યું નાટક

By Our Vadodara

Published

ભ્રષ્ટાચારના આક્ષેપથી બચવા સરપંચે રચ્યું નાટક

વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગ્રામ પંચાયતના સરપંચ કમલેશ વસાવા તેમજ ડે. સરપચ મિતેશ જાદવ સામે ભ્રષ્ટાચારના આરોપ સાથે ગ્રામ પંચાયતના સભ્યએ લેખિતમાં તાલુકા વિકાસ અધિકારીને અરજી આપવામાં આવી હતી. અરજીમાં જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ વિકાસના કામો કોન્ટ્રાક્ટરને કરવા બાબતે તેના બદલમા કામો પેટે કોન્ટ્રાક્ટર પાસેથી એડવાન્સમાં બંને સરપંચોએ ટકાવારી પેટે રૂપિયા લીધા હોવાના આરોપ સાથે પંચાયતના સભ્યએ ટીડીઓને અરજી આપી હતી. આ ભ્રષ્ટાચારના આરોપના અનુસંધાનમાં તાલુકા વિકાસ અધિકારી તપાસ અર્થે રસુલાબાદ આવવાના હોય એવી જાણ થતા સરપંચે પોતાના જ મિત્રોને ફોન ઉપર જણાવ્યું કે. સરપંચ ગાંડો થઈ ગયો છે. જેથી જવાબ નહીં આપે એમ કમલેશ વસાવા પોતાના જ મિત્રો સાથે ફોન પર વાતચીત કરી હતી. જેની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી. જેથી કમલેશ વસાવા એ પોતાના ભ્રષ્ટાચાર ના આરોપને છુપાવવા માટે પોતે ગામના જાહેર રોડ પર ગાંડો થયો છે એવો રોલ કર્યો હતો.

Browse all news articles