જેતપુર નજીક હાઇવે પર બંધ ટ્રક પાછળ બસ ઘૂસી જતા અકસ્માત! ૧૦થી વધુ મુસાફરોને ઈજા,૩ ગંભીર
By Our Vadodara
Published
જેતપુર નજીક જેતલસર પાસે હાઇવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. ગેસની બોટલો ભરેલા બંધ ટ્રક પાછળ ખાનગી ટ્રાવેલ્સની બસ ધડાકાભેર ઘૂસી જતા સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી.અકસ્માતમાં બસમાં સવાર 10થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.તેમાંથી 3 મુસાફરોની હાલત ગંભીર બનતાં તેમને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ સેવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ હાઇવે પર ટ્રાફિક થંભી ગયો હતો. પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ સંભાળી અને અકસ્માતના કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે.