L&T સર્કલ પર અકસ્માત બાદ ટ્રાફિક પોલીસની ડ્રાઇવ

By Our Vadodara

Published

L&T સર્કલ પર અકસ્માત બાદ ટ્રાફિક પોલીસની ડ્રાઇવ

આમ તો વડોદરા શહેરમાં પીક અવર્સ સમયમાં ભારદારી વાહનો સામે પ્રવેશ બંધી અંગેનું પોલીસ કમિશ્નરનુ જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે. છતાં પણ માતેલા સાંઢની જેમ ભારદારી વાહનો શહેરમાં યમરાજ બની ફરી રહ્યા છે. ત્યારે બે દિવસ અગાઉ શહેરના L&T સર્કલ પાસે બસ ચાલકે દંપતીને અડફેટે લીધું હતું જેમાં મહિલાનું મોત થયું હતું. આ ઘટના બાદ ઘોર નિદ્રામાંથી જાગેલ ટ્રાફિક પોલીસ અચાનક જ ભારદારી વાહનો પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડ્યું હોય તેમ ઘટના બાદ જાગી ભારદારી વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

Browse all news articles