લાવવામાં આવેલો લાખોનો દારૂ ઝડપાયો

By Our Vadodara

Published

લાવવામાં આવેલો લાખોનો દારૂ ઝડપાયો

વડોદરા ગ્રામ્ય પોલીસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત ચલાવેલી વિશેષ કાર્યવાહીમાં રાજસ્થાનથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે લાવવામાં આવતો રૂપિયા 79.17 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે દારૂની હેરાફેરી માટે વપરાયેલ કન્ટેનર અને બે ઢોલી બંધુઓની કરજણ પોલીસે ધરપકડ કરી છે.આ કાર્યવાહીમાં કરજણ પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે.ભરવાડ અને ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, NE-48 પર માંગલેજ ચોકડી પાસે સનસાઇન હોટલના કમ્પાઉન્ડમાં કન્ટેનર પાર્ક કરેલું છે અને તેમાં શંકાસ્પદ મુદ્દામાલ ભરેલો છે. જેના આધારે ટીમ પહોંચી કન્ટેનરના પાછળના દરવાજાની સીલ તોડી તપાસ કરતાં પહેલા નજરે સોયા વડીના કટ્ટા પડેલા હતા.




Browse all news articles