રાજકોટ મહાનગરપાલિકામાં વિચિત્ર છબરડો : મૃતક નું જીવિત તારીખવાળું આપી દીધું પ્રમાણપત્ર
By Our Vadodara
Published

રાજકોટ મહાનગરપાલિકા ની જન્મ-મરણ શાખામાં સપ્ટેમ્બર ર૦ર૫થી નવા સોફ્ટવેર પર કામગીરી શરૂ થયા બાદ સતત ફરિયાદો ઊઠી રહી છે. રાજકોટની મધુરમ હોસ્પિટલમાં 47 વર્ષના એક આધેડ સારવાર હેઠળ હતા. જેમનું ગત તા. 5 ડિસેમ્બર, 2025 ના રોજ હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ અંગે હોસ્પિટલ દ્વારા મનપાની જન્મ-મરણ શાખાને જાણ કરતા એક દિવસ પહેલાં ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. એટલે એક ૫ ડીસેમ્બર ની જગ્યાએ ૪ ડીસેમ્બર કે જ્યારે મૃતક જીવિત હતા તેનું મરણ પ્રમાણ પત્ર આપવામાં આવ્યું. વધુમાં પરીવારજનોની રજુઆત છત્તા આજદિન સુધી પરિવાર ને સુધારેલી તારીખવાળું નવું મરણ પ્રમાણપત્ર મળ્યું નથી. જેને પગલે પરિવારજનો સરકારી કામકાજ માં હાલાકી વેઠી રહ્યા છે.