લાલચમાં થયેલી મહિલાની હત્યાનો કેસ ગણતરીના કલાકોમાં ઉકેલાયો,પૈસાની લાલચને લઈને કરાઈ હત્યા
By Our Vadodara
Published
વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અંકોડિયા ગામની સીમ વિસ્તારમાં 10 ડિસેમ્બર 2025ના રોજ એક અજાણી મહિલાની ગળેફાંસો આપીને હત્યા કરવામાં આવી હતી.એલસીબી, એસઓજી અને તાલુકા પોલીસની સંયુક્ત ટીમે ટેકનિકલ અને માનવીય ઇનપુટના આધારે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ મૃતકની ઓળખ અજીકાબાનુ દિવાન તરીકે કરી.તપાસમાં જાણવા મળ્યું કે મૃતકા છેલ્લે ગોરવાના રહેવાસી રમીઝ રાજા બકુમીયા સાથે ટુ-વ્હીલર પર જોવા મળી હતી. પોલીસે રમીઝ રાજાને ઝડપી પુછપરછ કરતા શરૂઆતમાં તેણે વાત છુપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કડક પુછપરછમાં તે તૂટી પડ્યો.રમીઝે સ્વીકાર્યું કે તેણે મૃતકની મોટી બહેન ફિરોઝાબાનુ ઉર્ફે અનીધા સાથે મળીને અગાઉથી જ કાવતરું ઘડેલું હતું.