અમદાવાદ બાદ સુરત એરપોર્ટ પરથી પણ હાઈબ્રીડ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ

By Our Vadodara

Published

અમદાવાદ બાદ સુરત એરપોર્ટ પરથી પણ હાઈબ્રીડ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ

અમદાવાદ એરપોર્ટ બાદ હવે સુરત એરપોર્ટ પરથી પણ હાઈબ્રીડ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી ડીઆરઆઈની ટીમે 1.68 કિલો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-263 પરથી મુસાફરને અટકાવવામાં આવ્યો હતો. જેની તપાસ કરતા 24 વેક્યૂમ-પેક્ડ પેકેટ્સમાં ગાંજો મળી આવ્યો હતો. જ્યાં મુસાફરે ગુજરાત ના ડ્રગ્સ સપ્લાયરો માટે ગાંજો લાવતો હોવાનું કબૂલ્યું હતું.

Browse all news articles