વડોદરાના ડભોઈના પલાસવાડા ગામના ફાટક પાસે ધૂળની ડમરીઓ, ટ્રાફિકજામ કાયમી સમસ્યા
By Our Vadodara
Published

ડભોઇ તાલુકાનું પલાસવાડા ગામ હાલમાં માર્ગ અને રેલવે તંત્રની બેદરકારીનું કેન્દ્ર બન્યું છે. વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતો આ મુખ્ય માર્ગ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી વાહનચાલકો માટે મોટી આપત્તિ સાબિત થઈ રહ્યો છે. ધૂળની ડમરીઓ, ઊંડા ખાડા, સાંકડો રસ્તો અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓના કારણે રોજબરોજ અવરજવર કરતા નાગરિકો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ હેરાન-પરેશાન છે. ફાટક પર રેલવે દ્વારા નવીનીકરણની કામગીરી ચાલુ હોવાથી છેલ્લા લગભગ એક મહિનાથી રસ્તો સાંકડો કરી દેવામાં આવ્યો છે. ફાટકની આગળ અને પાછળના ભાગે માત્ર મેટલ (મોરમ) અને કપચી નાખી દેવામાં આવી છે, પરંતુ તેના પર ડામરનું પડ ચડાવવામાં આવ્યું નથી. આ અધૂરી કામગીરીને કારણે રસ્તા પર ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય છવાયું છે.