રાજકોટમાં ગેરકાયદે પ્રવૃત્તિઓને ડામવા પોલીસ એક્શનમાં

By Our Vadodara

Published

રાજકોટમાં ગેરકાયદે પ્રવૃત્તિઓને ડામવા પોલીસ એક્શનમાં આવી છે. રાજકોટની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOG દ્વારા શહેરમાં નશાકારક પદાર્થોના વેચાણ અંગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પાનના ગલ્લા પર વેચાતા ઈ સિગારેટ ,ગાંજા પીવાના ગોગો પેપર્સ બાબતે ચેકીંગ હાથ ધરાયું હતું. SOGની ટીમે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા કાફેમાં પણ ચેકિંગ કર્યું હતું. રાત્રિના સમયે અચાનક કરાયેલા આ સરપ્રાઈઝ ચેકિંગને કારણે ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. SOG દ્વારા નશાના વેપલાને રોકવા આ કડક કાર્યવાહી કરાઈ છે.

Browse all news articles