યુનિવર્સિટી રોડ વિસ્તારમાં SRPના જમાદારે 7 વર્ષની બાળા જોડે કર્યા શારીરિક અડપલા
By Our Vadodara
Published

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં રહેતી 7 વર્ષની બાળકી બપોરે સાડાત્રણ વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે ઉભી હતી ત્યારે એસઆરપી ગ્રૂપ-13નો હેડ કોન્સ્ટેબલ 55 વર્ષનો રાજભા જી. જાડેજા ત્યાંથી પસાર થતા બાળકીને પોતાની પાસે બોલાવી અડપલાં શરૂ કરી દીધા હતા. ઘટના થી ડરી ગયેલી બાળકી તેના સકંજામાંથી છૂટીને દોડીને પોતાના ઘરમાં જતી રહી હતી અને તેની માતાને ભેટીને રડવા લાગી હતી. માતા એ પૂછતા બાળકી એ સમગ્ર હકીકત જણાવી હતી. આથી પરિવારજનો સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ કરવા પહોચ્યા હતા. પરંતુ પોલીસે ફરિયાદ લેવાને બદલે કોર્ટના ધક્કા થશે , સમાજમાં બદનામી થશે કહી ને સમજાવતા પરીવારે ફરિયાદ કરી ન હતી.