5 વર્ષથી ચાલી રહેલી આર્ટસ ફેકલ્ટીના વોશરૂમની સમસ્યાનો ઉકેલ આવશે
By Our Vadodara
Published
એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં છેલ્લા 5 વર્ષ ઉપરાંતના સમયથી વોશરૂમની સમસ્યાના પગલે વિદ્યાર્થીઓ પરેશાની ભોગવી રહ્યા છે. જોકે હવે તે સમસ્યાનો ઉકેલ આવશે. યુનિવર્સિટીના વીસી, રજિસ્ટ્રાર, એન્જીનિયર, આર્ટસના ડીન તથા સાયન્સના સિનિયર અધ્યાપકની ટીમ દ્વારા આર્ટસ ફેકલ્ટી ખાતે રૂબરુ મુલાકાત કરીને સ્થળ વોશરૂમ માટેની જગ્યા નક્કી કરી હતી. 25 થી 30 બ્લોકના વોશરૂમનું નિર્માણ કરાય તેવી સંભાવનાઓ યુનિવર્સિટીના એન્જીનીયરે વ્યકત કરી હતી. અગામી સમયમાં આ કામગીરી શરૂ કરી દેવામાં આવશે. બોટનીકલ ગાર્ડનની જગ્યા પર વોશરૂમ બનાવાનો નિર્ણય કર્યો છે.