હવે દરીયાપુરમાં હિટ એન્ડ રન! મંદિરે દર્શન કરી આવતા રાહદારને બાઇકે ફગોળ્યા!

By Our Vadodara

Published

હવે દરીયાપુરમાં હિટ એન્ડ રન! મંદિરે દર્શન કરી આવતા રાહદારને બાઇકે ફગોળ્યા!

અમદાવાદના દરીયાપુર વિસ્તારમાં વહેલી સવારે એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી.મંદિર દર્શન માટે આવેલા 55 વર્ષીય અશોકભાઈ ઠાકોરને બાઇક ચાલકે ટક્કર મારી હતી. મંદિરથી બહાર નીકળ્યા બાદ રસ્તો ક્રોસ કરતી વેળાએ અચાનક આવેલા બાઇકચાલકે તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે અશોકભાઈ રોડ પર પટકાઈ ગયા અને બાઇકચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો,આસપાસના લોકોએ તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા પરંતુ ગંભીર ઇજાઓને કારણે તેમનું મોત નીપજ્યું હતું.આ ઘટનાએ વિસ્તારમાં શોક ફેલાવ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે ફરાર બાઇકચાલકની શોધખોળ તેજ બની છે.

Browse all news articles