વડોદરામાં 18 ડિસેમ્બરે 16મો HR કન્વેન્શન યોજાશે
By Our Vadodara
Published

આગામી 18 ડિસેમ્બરના રોજ વડોદરા એક અનોખા ઇવેન્ટનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. જેમાં વતર્માન સમયમાં HRનું મહત્વ અને ભૂમિકા મહત્વપૂર્ણ બની છે, ત્યારે ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશન (GEO) તેનું 16મું વાર્ષિક હ્યુમન રિસોર્સ કન્વેન્શનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં નિષ્ણાત વક્તાઓ પોતાના જ્ઞાનથી સુસ્થિરતા અને ESG પર પોતાના વિચારો રજુ કરશે. વડોદરામાં ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશન સુસ્થિરતા અને ESG પર 16માં HR કન્વેન્શનની જાહેરાત કરી છે, આગામી 18 ડિસેમ્બરના રોજ સુર્યા પેલેસ ખાતે આયોજિત આ કન્વેન્શનમાં 250-300 HR પ્રોફેશનલ્સ, ઉદ્યોગ અગ્રણીઓ અને ઉદ્યોગસાહસિકો હાજર રહેશે.