વડોદરામાં 15-20 દિવસ પાણીના પુરવઠામાં અસર: ડિસિલ્ટિંગ કામગીરીના કારણે
By Our Vadodara
Published

મહીસાગર નદીમાં રાયકા અને ફાજલપુર ફ્રેન્ચવેલ પર ચોમાસાના સિલ્ટને દૂર કરવા માટે કામગીરી ચાલુ, જેના કારણે આગામી 15-20 દિવસ ઓછા પ્રેશર અને સમય સાથે પાણી મળશે. અસરગ્રસ્ત વિસ્તારો: એરપોર્ટ બુસ્ટર, આજવા ટાંકી, ખોડીયરનગર, વારશીયા, ગાજરાવાડી, નાલંદા, દરજીપુરા, સમા, પુનમ નગર, હરણી, કારેલીબાગ, વ્હીકલપુલ, સયાજીબાગ, જેલ, પાણીગેટ, લાલબાગ, પરશુરામ, જુનીગઢી, છાણી, ટી.પી-13, નવી ધરતી, ફતેહપુરા, સાધના નગર, બકરાવાડી. અસ્થાયી અસુવિધા, પાણી સંગ્રહ કરી સહકાર આપો – વડોદરા મહાનગરપાલિકા.