SRP જવાનનો આપઘાત પહેલાનો દર્દભર્યો વીડિયો થયો વાયરલ : પત્ની સાથે બનતું નથી

By Our Vadodara

Published

રાજકોટમાં પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા ૫૦ વર્ષીય SRP જવાન ગજુભા જિલુભા રાઠોડે પોતાની સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી મારી આપઘાત કર્યો હતો. ત્યારે આ ઘટના ને લઇ ને ચકચાર મચી હતી. જેની તપાસ ચાલી રહી હતી તે દરમ્યાન આપઘાત પહેલાંનો તેઓનો વાયરલ વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે મારી પત્નીની બેન અને તેનો ભાણેજ મારા મોતના જવાબદાર છે. તેમજ પત્ની સાથે બનતું ન હોઈ તે સાથે રહેતી નથી નું જણાવ્યું તેમજ પત્ની નો જમીન મકાનમાં કોઈ હક નહિ ની પણ ચોકાવનારી વિગત સામે આવી છે. ત્યારે આ મામલે પ્રદ્યુમન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.





Browse all news articles