સુરતમાં ગોથાણ બ્રિજ પર ટ્રકે સર્જી અકસ્માતની હારમાળા : કાર ચાલકો ઈજાગ્રસ્ત
By Our Vadodara
Published
.jpg?alt=media&token=c84c1327-03b3-4a62-b0a1-4c2a7b1263bd)
સુરતમાં અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં પૂરપાટ ઝડપે દોડતા એક ટ્રક ચાલકે ઉમરા ગોથાણ બ્રિજ પર અકસ્માતની હારમાળા સર્જી હતી. બેફામ ગતિએ આવતા એક ટ્રકના ચાલકે સૌપ્રથમ રસ્તા પર ચાલી રહેલી 3થી વધુ કારોને ઉપરા-ઉપરી ટક્કર મારી હતી. જેના કારણે વાહનોને મોટું નુકસાન થયું હતું. કારોને ટક્કર માર્યા બાદ આ બેકાબૂ ટ્રક અન્ય એક ટ્રકમાં ધડાકાભેર ઘુસી ગયો હતો, જેના કારણે અકસ્માતની ગંભીરતામાં વધારો થયો હતો.