અરવિંદભાઇ મણિયાર કોમ્યુનિટી હોલનું જાન્યુઆરીમાં લોકાર્પણ થશે

By Our Vadodara

Published

અરવિંદભાઇ મણિયાર કોમ્યુનિટી હોલનું જાન્યુઆરીમાં લોકાર્પણ થશે

રાજકોટના હાર્દસમા વિસ્તાર જ્યુબિલી બાગમાં આવેલા અરવિંદભાઇ મણિયાર કોમ્યુનિટી હોલ આશરે દોઢ વર્ષ જેટલો સમય બંધ રહ્યા બાદ તેના રિનોવેશનનું કામ પૂર્ણ થઇ જતા હવે જાન્યુઆરીમાં ફરીથી સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે લોકાર્પણ કરવામાં આવનાર છે. મહાનગરપાલિકા દ્વારા અરવિંદભાઇ મણિયાર કોમ્યુનિટી હોલનું સંચાલન ખાનગી પાર્ટીને સોંપવા વિચારણા હાથ ધરવામાં આવી છે અને બીજીબાજુ અત્યાર સુધી તેનું ભાડું પ્રતિ દિવસ રૂ.2500 હતું જેમાં 140 ટકાનો વધારો કરી રૂ.6000 કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ એસ્ટેટ શાખાએ દરખાસ્ત કરી છે. જ્યુબિલી બાગમાં આવેલો અરવિંદભાઇ મણિયાર કોમ્યુનિટી હોલ કે જે પહેલાં કોનટ હોલ તરીકે ઓળખાતો હતો જે જર્જરિત થઇ જતા મહાનગરપાલિકાએ હોલને બંધ કરી રિનોવેશનની કામગીરી હાથ ધરી હતી અને તેને અંદાજે રૂ.1 કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક બનાવ્યો છે.

Browse all news articles