રાજકોટમાં રોગચાળો વધતા આરોગ્ય વિભાગ સતર્ક
By Our Vadodara
Published

રાજકોટમાં શિયાળાની ઋતુમાં પ્રદુષણ વધતા રોગચાળો વકર્યો છે. જેમાં પણ શરદી-ઉધરસ અને તાવનાં કેસોમાં વધારો નોંધાયો છે. સાથે મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો સતત યથાવત છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો ઉપરાંત મચ્છરજન્ય ડેંગ્યુનાં પણ છૂટાછવાયા કેસો નોંધાઈ રહ્યા છે. ગત સપ્તાહે શરદી- ઉધરસનાં 1271 અને સામાન્ય તાવના 861, ડેંગ્યુનાં 2 અને કમળાનાં 2 તેમજ ટાઇફોઇડનો 1 સહિત વિવિધ રોગનાં 2328 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ફોગીંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે પાણીજન્ય રોગચાળો અટકાવવા જે વિસ્તારોમાંથી કેસ સામે આવતા હોય તેવા વિસ્તારોમાં ક્લોરીનેશનની કામગીરી ઝડપી કરવામાં આવી છે.