રાજકોટમાં ધન્વંતરી હોસ્પિટલના 2 ડોકટર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા
By Our Vadodara
Published

રાજકોટમાં બે ડોક્ટર નશાની હાલતમાં ઝડપાયા છે, ધન્વંતરી હોસ્પિટલના બન્ને ડોક્ટરોને પોલીસે ઝડપ્યા છે. ડો.ચંદ્રકાંત પટેલ અને લક્કિરાજ આકવાલિયાની પોલીસે ધરપકડ કરી છે, પોલીસના રાત્રિ ચેકીંગમાં બે ડોક્ટરો કારમાં નશાની હાલતમાં ઝડપાયા છે. ગાંધીગ્રામ પોલીસે બંને ડોક્ટર વિરુદ્ધ પ્રોહિબીશન એકટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર ગાંધીધગ્રામ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે કારમાં દારૂ પીધેલા બે યુવકો મળી આવ્યા હતા અને ત્યારબાદ પોલીસે તેમની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેઓ ડોકટર છે, પોલીસે બન્નેને ઝડપી પાડયા છે અને મેડિકલ રીપોર્ટ પણ કઢાવ્યો છે. . લક્કીરાજના પિતા ડૉ. ભગવાનજીભાઈ રાજકોટના જાણીતા તબીબ છે.