શિક્ષણ સમિતિનો વિવાદાસ્પદ નિર્ણય: લાખોનો ફ્રોડ છતાં સસ્પેન્ડેડ આચાર્ય પર પોલીસ ફરિયાદ નહીં

By Our Vadodara

Published

શિક્ષણ સમિતિનો વિવાદાસ્પદ નિર્ણય: લાખોનો ફ્રોડ છતાં સસ્પેન્ડેડ આચાર્ય પર પોલીસ ફરિયાદ નહીં

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચાલી રહેલા કૌભાંડોમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. સસ્પેન્ડેડ આચાર્ય સંજય પટેલે સર્વ શિક્ષા અભિયાનની અંદાજે ₹8 લાખની ગ્રાન્ટનો અંગત ઉપયોગ કર્યો હોવાનો ભાંડો ફૂટ્યો છે. સસ્પેન્શન બાદ ગેરરીતિ બહાર આવતા તેમણે રકમ પરત જમા કરાવી દીધી હતી. જોકે શિક્ષણ સમિતિએ તેમની સામે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે, જે નિર્ણય ચર્ચાસ્પદ બન્યો છે. ઉલ્લેખનીય છે કે સંજય પટેલનું નામ અગાઉ ₹400 કરોડથી વધુના કૌભાંડમાં પણ સામે આવી ચૂક્યું છે.

Browse all news articles