ભાઈની નજર સામે બહેનની મોતની છલાંગ

By Our Vadodara

Published

ભાઈની નજર સામે બહેનની મોતની છલાંગ

સુરતમાં વરાછા વિસ્તારના એ. કે. રોડ પર આવેલા રતનજી પાર્કમાં રહેતી ધોરણ-12 કોમર્સની વિદ્યાર્થિનીએ ફૂલપાડા ખાતે રેલવે બ્રિજ પરથી તાપી નદીમાં પડતું મૂકી જીવન ટુકાવી લીધું હતું. માતા બાદ પિતા પણ બે દિવસથી ઘર છોડીને જતાં રહેતા આઘાતમાં પુત્રીએ આપઘાતનું અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. આપઘાત કરતા પહેલા વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ પણ લખી હતી. મોટાભાઈએ પીછો કર્યો પરંતુ તે બહેનને બચાવી શક્યો નહિ અને તેની નજર સામે જ બહેને તાપીમાં કૂદી મોતને વહાલુ કર્યું.

Browse all news articles