25 ડિસેમ્બરે સ્વદેશી સાઇક્લોથોનનું આયોજન
By Our Vadodara
Published

’લોકલ ફોર વોકલ’ને પ્રાધાન્ય આપી, 2047ના વિકસીત ભારત અને મેક ઇન ઇન્ડિયા, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ જેવી પહેલને આગળ વધારવા રાજકોટ મહાપાલિકા દ્વારા તા.25 ગુરૂવારના રોજ સ્વદેશી સાઈક્લોથોન અને તા.28ને રવિવાર રોજ સ્વદેશી રનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિજેતા ખેલાડીઓને ઇનામ થી પ્રોત્સાહિત પણ કરવામાં આવશે. મહત્વનું છે કે આ કાર્યક્રમ યોજવા પાછળ નો હેતુ રાજકોટ શહેરના નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા, પરંપરાગત વાનગીઓ અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાનો છે. ત્યારે આમાં ભાગ લેવા ઇચ્છુક શહેરીજનો ઓનલાઈન રજીસ્ટ્રેશન આજથી વેબસાઇટ www.rmc.gov.in પર કરી શકશે.
@~Grishma Panchal રાજકોટ ફોટો