શહેરમાં ટ્રાફિક પોલીસની લાલ આંખ:માત્ર 19 દિવસની સ્પેશિયલ ડ્રાઈવમાં 51,000થી વધુ વાહનચાલકો દંડાયા
By Our Vadodara
Published

સુરત શહેરમાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા અને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઈવમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. 28 નવેમ્બર 2025થી 16 ડિસેમ્બર 2025 સુધીના ટૂંકા ગાળામાં ટ્રાફિક પોલીસે રૉંગ સાઈડ ડ્રાઈવિંગ, સિગ્નલ ભંગ અને અન્ય ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ કુલ 51,068 કેસો નોંધી નિયમભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે રોજ સરેરાશ 2687 લોકોને ચલણ અપાયા છે.