PM મોદીના આગમન પૂર્વે જ ગંભીર ઘટના: 'જાગો ગ્રાહક જાગો' ના પોસ્ટર પર અજાણ્યા શખ્સોએ શાહી ફેંકી.

By Our Vadodara

Published

PM મોદીના આગમન પૂર્વે જ ગંભીર ઘટના: 'જાગો ગ્રાહક જાગો' ના પોસ્ટર પર અજાણ્યા શખ્સોએ શાહી ફેંકી.

રાજકોટમાં ૧૦ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન વાઇબ્રન્ટ સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે. આ કાર્યક્રમની તૈયારીઓ વચ્ચે ચૌધરી હાઈસ્કૂલ ચોક પાસે સરકારી હોર્ડિંગ્સ પર વડાપ્રધાનના ફોટા પર શાહી લગાવવાની ઘટના બનતા તંત્ર દોડતું થયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક અસરથી આ વિવાદાસ્પદ પોસ્ટર હટાવી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે મહિનામાં રાજકોટમાં આવી આ બીજી ઘટના છે. જેણે સુરક્ષા એજન્સીઓ માટે ચિંતા ઊભી કરી છે.

Browse all news articles