31stને લઈને હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક

By Our Vadodara

Published

31stને લઈને હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક

આગામી નાતાલ અને 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને વડોદરા શહેર પોલીસ હરકતમાં આવી છે. હોટલના સંચાલકો અને માલિકોને બોલાવી સીસીટીવી કેમેરા, આવતા ગ્રાહકોના આઇડી પ્રુફ લેવા સહિતની તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી હતી. વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર તથા એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ કમિશનર ડો.જે.એમ.ચાવડા ઝોન 1ની અધ્યક્ષતામાં આગામી નાતાલ તહેવાર તથા થર્ટી ફસ્ટ તહેવાર ઉજવણી અનુસંધાને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સયાજીગંજ પોલીસ સ્ટેશન હદમાં આવેલી હોટલો ધરાવતા માલિકો, સંચાલકો સાથે પોલીસ સંવાદ કરવામાં આવ્યો હતો.

Browse all news articles