સુરતના સીટી લાઈટ વિસ્તાર માં SOG ની રેડ : ૭૩૮ હુક્કા મળી રૂા.૧૬.૯૮ લાખનો મુદ્દામાલ કબજે

By Our Vadodara

Published

સુરતના સીટી લાઈટ વિસ્તાર માં SOG ની રેડ : ૭૩૮ હુક્કા મળી રૂા.૧૬.૯૮ લાખનો મુદ્દામાલ કબજે

નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલું સુરત શહેર પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ નશો કરવા માટે વપરાતી સામગ્રી વેચનારા સામે પણ લાલ આંખ કરી છે. પોલીસ કર્મીઓ ઇમ્તિયાઝ મન્સૂરી, સિકંદર બિસ્મિલ્લાને મળેલી બાતમીના આધારે સિટીલાઇટ રોડ પર મહેશ્વરી ભવન સામે નવ મંગલમ્ શોપિગ કોમ્પલેક્સમાં લિટલ ગોવા, દેવ ટ્રેડર્સ અને રોડન ટ્રેડર્સમાં દરોડા પાડયા હતા. પોલીસે ૭૩૮ હુક્કા, ૬૨૫ હુક્કા પાઈપ સહિત રૂા.૧૬.૯૮ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેય દુકાનદારોની અટકાયત કરી હતી.

Browse all news articles