વડોદરામાં સસ્તુ સોનું અને 10 કરોડની લોન અપાવવાના બહાને 4.95 કરોડની ઠગાઈ

By Our Vadodara

Published

વડોદરામાં સસ્તુ સોનું અને 10 કરોડની લોન અપાવવાના બહાને 4.95 કરોડની ઠગાઈ

સસ્તા સોના અને લોન અપાવવાના બહાને 4.95 કરોડ રૂપિયાની ઠગાઈના કેસમાં સંડોવાયેલા બે આરોપીઓની વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરવામાં આવી છે અને તેમને 2 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. માર્ચ 2025થી અત્યાર સુધીના સમયગાળા દરમિયાન વડોદરા શહેરના સીગ્નેટ હબ ઓફિસ નંબર 315 અને એટલાન્ટિક હાઈટ્સ, ગેંડા સર્કલ ખાતે આવેલી રાધે એન્ટરપ્રાઈઝ ઈમ્પોર્ટ એક્સપોર્ટ એન્ડ ફાયનાન્સની ઓફિસમાં આ ગુનેગારી કામગીરી ચાલી હતી. આરોપી રાજવીર અને તેના ભાગીદારો તેમજ વિશાલ બારડ અને નયનાબેન મહીડા સહિતના આરોપીઓએ ફરિયાદીને ઓછી કિંમતે સોનું અપાવવાની લાલચ આપી હતી. તેમણે ફરિયાદી પાસેથી સસ્તા સોનાના બહાને 4.61 કરોડ રૂપિયા પડાવી લીધા હતા.





Browse all news articles