વડોદરામાં પાનમ યોજનાના વિવાદનો આવશે અંત !

By Our Vadodara

Published

વડોદરામાં પાનમ યોજનાના વિવાદનો આવશે અંત !

વડોદરામાં પાનમ યોજના વિવાદનો અંત આવે તેવી શક્યતા સેવાઈ રહી છે, સિંચાઈ વિભાગે પાલિકાને 4733 કરોડનું બિલ આપ્યું હતું અને તેને લઈ વડોદરા કોર્પોરેશનના સત્તાધીશોએ મુખ્યમંત્રી અને ના. મુખ્યમંત્રી સાથે કરી હતી ચર્ચા. વડોદરા મહાનગર પાલિકા અને રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ વચ્ચે વર્ષોથી પાનમ યોજનાના કરાર અંતર્ગત રૂા. ૪,૭૦૦ કરોડ ઉપરાંતના બાકી બિલને લઈ ચાલી રહેલા વિવાદ મુદ્દે આજે મુખ્યમંત્રીએ સ્થાનિક ધારાસભ્યો, VMCના પદાધિકારીઓ અને મ્યુનિ. કમિશનર સાથે ચર્ચા થઈ હતી. જેમાં મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ અપનાવતા વર્ષોથી ચાલતા આ વિવાદનો અંત આવે, તેવું દેખાઈ રહ્યું છે.





Browse all news articles